Wednesday, July 13, 2011

"તમને ડબ્બો યાદ તો છે ને....."



બાળપણમાં પા પા પગલી ભરતા
ક્યારે મોટા થયા, ભાન ન રહ્યું
યાદ છે આપણે સાથે સ્કુલે જતા?
મને યાદ છે.....
ઓય તું શું લાવી આજે,
ડબ્બામાં?
હા ડબ્બો, લાલ, લીલો, ભુરો, પીળો, ગુલાબી, ડબ્બો.....
કેમ ભુલી ગયા કે?
તે સમયે ડબ્બો એક ઉખાણાથી વધુ કાઈજ ન હતો
હજુ આજે પણ તે એક ઉખાણાથી વધુ કાઈજ નથી.....
મસ્તી મસ્તીમા ખબરજ ન હતી કે શું હતુ તેમાં
હા, આજે યાદ આવે છે.....
અમારા બધાના સાત-આઠ ડબ્બા સાથે ખુલતા,
અને તેમથી શું નીકળતું ખબર છે?
મમ્મીની મમતા, પ્યાર, દુલાર, સંભાળ, માત્રુત્વ, ખુશ્બું અને ઘણુ બધુ.....
આપણે કેવુ પ્રેમથી જમતા?
તને યાદ છે?
સ્વાદમા કેવું લાગતું હજુય યાદ છે
આજે મારા દીકરાનો પહેલો ડબ્બો ભર્યો
અને મારો બાળપણનો સાથી મારો ડબ્બો યાદ આવી ગયો!!!!!

બોલો તમે શું લઈ જતા હતા ડબ્બામાં?????
તમને ડબ્બો યાદ તો છે ને.....

"ચિંતન ટેલર"

Tuesday, July 12, 2011

"પ્રેમનો દાખલો"



પ્રેમનો દાખલો ગણતા ગણતા એવીતે ખોટ પડી,
કે આખો ટાળો મેળવી જોયો તો પણ ના જળી.

"ચિંતન ટેલર"

Tuesday, July 5, 2011

"તુ એકની અનેક થઈ"



મારી ગાડીના કાચની ઉપર પડ્યા પાચ સાત બુંદ,
એટલોજ વરસાદ વરસયો કે તુ એકની અનેક થઈ...

"ચિંતન ટેલર"

Monday, July 4, 2011

"આપણે બંન્ને"



કાટખુણાનાં ભીન્ન બંન્ને છેડા જેવા આપણે બંન્ને,
મધ્ય બિંદુ પર કદીય ન મળતા આપણે બંન્ને.

રંગ રૂપ, નાક નકશો, રીત ભાત, ભાષા બોલી,
કેટલા સરખા પરંતુ સાવ જુદા જુદા આપણે બંન્ને.

હાથની રેખાઓ ખુટી પડી છતા જીવ છે હજી,
આમ અડધા અટકેલા જીવ જેવા આપણે બંન્ને.

બધોજ મદાર તારા જતી વેળાના જોવા પર હતો,
એક બીજાને રીઝવતા ઝીરવતાજ રહ્યા આપણે બંન્ને.

કેન્દ્રમાં રાખીએ જો પ્રેમતો તરતજ ખબર પડી જાય,
તારી ઓળખ હું અને મારી ઓળખ "ચિત" આપણે બંન્ને.

"ચિંતન ટેલર"

Friday, July 1, 2011

"હું ન્યાલ થઈ ગઈ..."



ઘસી ઘસીને મારી અંદરનું કોતરી નાખ્યું બધુય તમે,
હોથે શ્યામના અળકતાજ શુરુ રેલાયા ને હું ન્યાલ થઈ ગઈ...

"ચિંતન ટેલર"