Friday, November 11, 2011

"આખરે તમે માનસ તો ખરાને"



માણસ નામે ચિંતન માત્ર જીવે છે,
શરીર સાબુત છે,
આત્મા મરી પરવારીયો છે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

ખીટીએ ટીંગાળેલું શરીર વલ્ખે,
રોજ સવારે ધંધે લાગે છે,
કેટલા ખીસ્સા આટરળી કાપે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

માણસ શું આતો દેવને છેતરે,
દાનત બગડે તો સગા સબંધો તોડે,
લાખોનો આત્મા પૈસામા વેચે,
હું કબુલ કરૂ છું,
તમારૂ તમે જાણો...

જગથી ઉંધી ચાલો ચાલે,
સતરંજના ઘોડાને સરમાવે,
પળની છોડી ચોર્યાસીની માંડે,
હું કબુલ કરૂ છું,
મને ખબર છે તમે નઈ કરો...
આખરે તમે માણસ તો ખરાને???

"ચિંતન ટેલર"

Tuesday, September 27, 2011

"મજા અનેરી લાગશે"



નથી આદિલ, મરીઝ, શુન્ય, સૈફ કે ઘાયલ,
"ચિત" બની મરવાની મજા અનેરી લાગશે...

"ચિંતન ટેલર"

Tuesday, September 20, 2011

"સંબંધ"



કાલે પાછી તું!
તને ના પડી છતા તું!
તને કેવી રીતે સમજાવું કે તું
મારા માટે શું છે,
આજે હમણાજતો આપણે એકમેકથી
અલગ અલગ જુદી દીશામાં પગ માંડ્યા,
પણ મારાથી આગળ ન ચલાયું,
મે તને જોઈ
તું પણ ત્યાંજ ઉભી હતી,
મને થયું કહેવાનું કઈક બાકી હશે તારે,
એટલેજ તું ત્યાં ઉભી હશે,
હા હું સાચો હતો,
તું ત્યાં આપણો સંબંધ શું એ જાણવા ઉભી હતી,
પણ જ્યારે મનેજ ખબર નથી
પછી હું તને શું જવાબ આપું?
જીવનમાં જ્યારે દરેક સંબંધને નામ છે તો
આપણા સંબંધને પણ કઈક નામ તો હશેજ.
છતા મને થાય છે કે, નામ વગરજ જ્યારે
આપણો સંબંધ સારો છે,
તો તેને કોઈ નામ આપવાની જરૂર?

"ચિંતન ટેલર"

Saturday, September 10, 2011

"તોફાન સર્જીનેય શું ફાયદો???"



તારું ઝરમર ઝરમર વરસવું ગમે છે મને સખી,
ધોધમાર વરસીને તોફાન સર્જીનેય શું ફાયદો???

"ચિંતન ટેલર"

Thursday, September 8, 2011

"પરીણામ અશુભ તો નહીજ આવે"



જિંદગી આજે રફતાર માંગે છે, ઘટના હોય કે દુર્ગતના કેવી જલ્દી જલ્દી વહી જાય છે, કાઈ સમજ પણ નથી પડતી કે દિવસો કેવા પ્રવાહમા વહી જાય છે,

જ્યારે એવું લાગે ને ત્યારે મનવું કે જેમ ટ્રેન રસ્તો બદલવા એક પાટા પરથી બીજા પાટા પર નાખવામા આવે, તેવીજ રીતે ભગવાન આપણને આપણો હાથ પકડીને અંધકારમાંથી અજવાસમાં લાવી રહ્યા છે.

આવી પરિસ્થીતીમાં જે થતુ હોય તે થવા દેવું,
તેનું પરીણામ અશુભ તો નહીજ આવે.....

"ચિંતન ટેલર"

Sunday, September 4, 2011

"શંકા થાય છે"



હે ઈશ્વર આ જગતમાં મારા અને તારા સિવાય બધાજ મૂરખ છે,
ક્યારેકતો મને તારા માટે પણ શંકા થાય છે.

"ચિંતન ટેલર"

Friday, September 2, 2011

"ગર્ભપાત"



કાલે રાતના
મારો ગર્ભપાત થયો
મારામા રહેલા
દુષણોનું વૃક્ષ
જળ મૂળથી
ઉખડી ગયું
અને
હું રળવાને
બદલે ખુબજ
ખુશ હતી

અનેક ભાર
દુર થઈ ગયા
માત્ર અને માત્ર
ગર્ભપાતથી!!!

"ચિંતન ટેલર"

Friday, August 26, 2011

"રાહ જોઈશું અમે"



હાલને તને હાલરડું સંભળાવું,
જગતના તાતને હું પારણે જુલાવું,
હાલને તને હાલરડું સંભળાવું....

ક્રુષ્ણ રૂપે જનમ્યાં તો ગોપી હતા અમે,
રામ જન્મે આવ્યા તો અયોધ્યા વાસી અમે,
વિષ્ણું રૂપે આવ્યા તો પાર્શદ હતા અમે,
વામન જન્મ લીધો તો ભક્ત રૂપે અમે,
શ્રીજી રૂપ ધર્યું તો વૈષ્ણવ હતા અમે,

દરેક જનમમાં વહેલા મોકલી પછીથી આવ્યા તમે "ચિત",
આ જન્મે પણ કાંઈક એવુજ કરજે, રાહ જોઈશું અમે...

"ચિંતન ટેલર"

Friday, August 19, 2011

"નજર હંમેશા તરસી"



આપણી જીંદગી.....
એક સૂનું મયખાનું છે,
જેમા જામ ખાલી
અને નજર હંમેશા તરસી.....

"ચિંતન ટેલર"

Wednesday, August 10, 2011

"વ્હાલનું બંધન"



મારી બહેન
વ્હાલનું બંધન
બાંધે દિલથી.

"ચિંતન ટેલર"

Monday, August 8, 2011

"એનુજ નામ સંસાર"



થોડોક પ્રેમ,
થોડોક વ્હેમ,
થોડીક ખુશી,
થોડીક હસી,
થોડાક ગમ,
થોડાક આંશુ,
થોડીક આશા,
થોડીક નીરાશા,
થોડો આનંદ,
થોડો ઉત્સાહ,
થોડોક હોય આચાર,
થોડોક હોય વિચાર,
એનુજ નામ સંસાર

"ચિંતન ટેલર"

Saturday, August 6, 2011

"દીકરીની વિદાય"



મારી દીકરીની સાથે જન્મી હતી
મધુમાલતીની વેલ મારા આંગણામાં,

દીકરી જેવી મોટી થતી તેમજ
મધુમાલતી વધ વધ થતી,

દીકરી રડતી તો વેલી ખરતી
દીકરી હસતી તો વેલી મધમધતી,

આજે દીકરીની વિદાય વેળાએજ
મધુમાલતી જમીનદોસ્ત થઈ,

મારેતો બન્ને દીકરીની વિદાય થઈ...

"ચિંતન ટેલર"

Thursday, August 4, 2011

"વાહ વાહ"



મારા લખેલા શેર, શાયરીઓ એટલાતો ખરાબ નજ હતા,
મહેફિલ છોડી નીકળ્યો તો પગલાંમા વાહ વાહ સંભળાઈ.

"ચિંતન ટેલર"

Wednesday, August 3, 2011

"રંગબેરંગી પ્રેમ પત્ર"



મોરપીછ એ કોઇ માત્ર અલાયદુ પીછુંજ નથી સખી,
એ તો ક્રુષ્ણએ રાધાને લખેલો રંગબેરંગી પ્રેમ પત્ર છે.

"ચિંતન ટેલર"

Tuesday, August 2, 2011

"ઘણા એવાય સમંદર છે"



બધુ ક્યાં મલ્યું છે જે માંગ્યું છે જીવન ભરમાં "ચિત",
ઘણા એવાય સમંદર છે કે જેના કિનારા નથી હોતા...

"ચિંતન ટેલર"

Wednesday, July 13, 2011

"તમને ડબ્બો યાદ તો છે ને....."



બાળપણમાં પા પા પગલી ભરતા
ક્યારે મોટા થયા, ભાન ન રહ્યું
યાદ છે આપણે સાથે સ્કુલે જતા?
મને યાદ છે.....
ઓય તું શું લાવી આજે,
ડબ્બામાં?
હા ડબ્બો, લાલ, લીલો, ભુરો, પીળો, ગુલાબી, ડબ્બો.....
કેમ ભુલી ગયા કે?
તે સમયે ડબ્બો એક ઉખાણાથી વધુ કાઈજ ન હતો
હજુ આજે પણ તે એક ઉખાણાથી વધુ કાઈજ નથી.....
મસ્તી મસ્તીમા ખબરજ ન હતી કે શું હતુ તેમાં
હા, આજે યાદ આવે છે.....
અમારા બધાના સાત-આઠ ડબ્બા સાથે ખુલતા,
અને તેમથી શું નીકળતું ખબર છે?
મમ્મીની મમતા, પ્યાર, દુલાર, સંભાળ, માત્રુત્વ, ખુશ્બું અને ઘણુ બધુ.....
આપણે કેવુ પ્રેમથી જમતા?
તને યાદ છે?
સ્વાદમા કેવું લાગતું હજુય યાદ છે
આજે મારા દીકરાનો પહેલો ડબ્બો ભર્યો
અને મારો બાળપણનો સાથી મારો ડબ્બો યાદ આવી ગયો!!!!!

બોલો તમે શું લઈ જતા હતા ડબ્બામાં?????
તમને ડબ્બો યાદ તો છે ને.....

"ચિંતન ટેલર"

Tuesday, July 12, 2011

"પ્રેમનો દાખલો"



પ્રેમનો દાખલો ગણતા ગણતા એવીતે ખોટ પડી,
કે આખો ટાળો મેળવી જોયો તો પણ ના જળી.

"ચિંતન ટેલર"

Tuesday, July 5, 2011

"તુ એકની અનેક થઈ"



મારી ગાડીના કાચની ઉપર પડ્યા પાચ સાત બુંદ,
એટલોજ વરસાદ વરસયો કે તુ એકની અનેક થઈ...

"ચિંતન ટેલર"

Monday, July 4, 2011

"આપણે બંન્ને"



કાટખુણાનાં ભીન્ન બંન્ને છેડા જેવા આપણે બંન્ને,
મધ્ય બિંદુ પર કદીય ન મળતા આપણે બંન્ને.

રંગ રૂપ, નાક નકશો, રીત ભાત, ભાષા બોલી,
કેટલા સરખા પરંતુ સાવ જુદા જુદા આપણે બંન્ને.

હાથની રેખાઓ ખુટી પડી છતા જીવ છે હજી,
આમ અડધા અટકેલા જીવ જેવા આપણે બંન્ને.

બધોજ મદાર તારા જતી વેળાના જોવા પર હતો,
એક બીજાને રીઝવતા ઝીરવતાજ રહ્યા આપણે બંન્ને.

કેન્દ્રમાં રાખીએ જો પ્રેમતો તરતજ ખબર પડી જાય,
તારી ઓળખ હું અને મારી ઓળખ "ચિત" આપણે બંન્ને.

"ચિંતન ટેલર"

Friday, July 1, 2011

"હું ન્યાલ થઈ ગઈ..."



ઘસી ઘસીને મારી અંદરનું કોતરી નાખ્યું બધુય તમે,
હોથે શ્યામના અળકતાજ શુરુ રેલાયા ને હું ન્યાલ થઈ ગઈ...

"ચિંતન ટેલર"

Thursday, June 30, 2011

"વસ્ત્રાહરણ"



હે નાથ,
આખી સભા
નીરખે છે મને
એક વ્યંઢળ સરીખો રાક્ષસ
માત્ર નજરોથીજ મારૂ
વસ્ત્રાહરણ કરે છે,
છતા બધા ચુપ છે,
મારા પ્રાણથી પ્રિય કેશમાં
બાંધીને મને ખેંચે છે,
શું તું પણ ચુપ છે?

સખા વ્હારે આવ મારી
અબ ઘડી,
પ્રગટ થા મુજ માથી...

"ચિંતન ટેલર"

Saturday, June 18, 2011

"તું અલગ રીતે મશહૂર થઈ ગઈ"



નકશા ઉપરના સ્થળે પહોચવાની ઈચ્છા થઈ,
ત્યાજ તમારી તસ્વીર જોવાની ઈચ્છા થઈ.

ભયસુચક સપાટી થઈ છે ક્યાંક પ્રેમની,
લાગેછે કે દિલમાં વર્ષાની પધરામણી થઈ.

એક હાથ શું આવી તારા ઘરની સુંદર કેડી,
જીંદગીની કેડીઓ ત્યારથીજ ટુંકી થઈ ગઈ.

શું કહું શું ના કહું સમયની મારા પર શું વિતી "ચિત",
હું આમજ રાહ જોતો બેસી રહ્યો ને તું ગઈ તે ગઈ.

તને બેવફા કઈ રીતે કહું, તને વફાની ખબર જ નથી,
મારી સંગતમાં રહીને તું અલગ રીતે મશહૂર થઈ ગઈ.

"ચિંતન ટેલર"

Friday, June 17, 2011

"એક ખતમ થાયતો બીજી ઉભી થાય છે કલમ"



આળસ મરળીને ઉભી થઈ ગઈ કલમ,
લખવાનું કેટકેટલુય લખી ગઈ કલમ.

અંગત જીવનમાં ઘણુ બધુ લખી લખીને,
કોરા કાગળમાં પ્રાણ ફૂકી ગઈ કલમ.

કઈ કેટલાં ઘરમાં અજવાળા પાથરતી,
ન ડરતી ન ડરાવતી નીડર આ કલમ.

ગીત લખે, કવિતા લખે કે લખે મુક્તક "ચિત",
એક ખતમ થાયતો બીજી ઉભી થાય છે કલમ.

"ચિંતન ટેલર"

Thursday, June 16, 2011

"જરૂર કોઈકે હવાની પાંખોને કાપી હશે"



ખુલાં આકાશ નીચે સળગતા આ દિવાઓ,
જરૂર કોઈકે હવાની પાંખોને કાપી હશે...

"ચિંતન ટેલર"

"તો સંબંધ શા માટે બાંધ્યો?"



જો તને બંધનનો ડર લાગતો હતો,
તો સંબંધ શા માટે બાંધ્યો?

"ચિંતન ટેલર"

Wednesday, June 15, 2011

"તારા પ્રેમમાં કાઈક તો જરૂર છે"



તુ કરે છે મુજને પ્રેમ,
એ વાતનો મને ગુરૂર છે,
તારા પ્રેમમાં કાઈક તો જરૂર છે.

મને પ્રેમ નથી એવો વહેમ નથી,
તારી આંખોનો મુજને શુરૂર છે,
તારા પ્રેમમાં કાઈક તો જરૂર છે.

ઘુંઘટ ઉઠાવતાં અજવાળુ થાતું,
ચાંદની તારા પર મહેર છે,
તારા પ્રેમમાં કાઈક તો જરૂર છે.

મોસમ મારી તુંજ છે "ચિત",
તને પામે તે ખુદમાં ચકચૂર છે,
તારા પ્રેમમાં કાઈક તો જરૂર છે.

"ચિંતન ટેલર"

Tuesday, June 14, 2011

"તારો સાથ પણ ગયો"



કોરા કાગળ ઉપર નામ નીચે સરનામું લખ્યું છે,
મે માત્ર છેતરામણી માટે જ તને પત્ર લખ્યો છે.

ચીતરેલી હોડી ના સહારે ક્યાં સુધી હલેસા મારીશ?
હું અડધી હારેલી બાજીને જીતવા નીકળ્યો છું.

શબ્દોના સહારે તારા ઘરે પહોચવાની મારી ખેવના,
એક ડગલું ભરું છું તો મંઝીલ લંબાઈ જાય છે.

મારે સફરમાં બધાની આગળ નીકળવું હતું "ચિત",
પાછળ પણ રહી શક્યો નહી ને તારો સાથ પણ ગયો.

"ચિંતન ટેલર"

Monday, June 13, 2011

"એક કોયલ ટહુકી ને વરસાદ પડ્યો"



આખો ઉપર ઉગેલી ગુલમહોરની ડાળે,
એક કોયલ ટહુકી ને વરસાદ પડ્યો...

"ચિંતન ટેલર"

Saturday, June 11, 2011

"તમે સમજદાર તો છો ને?"



હું, તમે, અમે
કે આપણે
કયો શબ્દ ખુબજ
સુંદર લાગે,
મારૂ, તારૂ, એમનું
કે અમારૂ
તમેજ કહોને કયો શબ્દ
સારો લાગે,
તોછળાઈ, તુકારો, ધુત્કાર
કે આવકાર
તમે સામેથી કહેશો
મારે બોલવું ન પડે,
કદરૂપું, ખરાબ, ભયાનક
કે સુંદર
તમે જરૂર બોલશોજ
હું કેમ બોલું?
હું એટલા માટે નહી બોલુ,
કારણકે તમે સમજદાર છો,

તમે સમજદાર તો છો ને?

"ચિંતન ટેલર"

Thursday, June 9, 2011

"જુવાની એકવાર આવે જીવનમાં"



જુવાની એકવાર આવે
જુવાની જલ્દી વહી જાય
જુવાનીને રોકવામાં
દિવસો બગાડશોના
જુવાની કોઈના રોકાવાથી
ક્યારે પણ રોકાશેના
જુવાનીના પહેલાનું બાળપણ
બાળપણમાં જુવાની સારી લાગે
જૂવાનીના પછી છે ઘડપણ
ઘડપણમાં જુવાની સારી લાગે
જુવાની સૌને ગમે
જુવાની બધાને ગમે
જુવાની ની કીંમત
તમે તો શું જાણો
તે તો ચાલી જાય
પછીજ સમજાય છે
જુવાની એકવાર આવે જીવનમાં.....

"ચિંતન ટેલર"

Wednesday, June 8, 2011

"આમણે આટલા બધા સ્વાર્થી તો નથીજ"



શું તમે દિવસમાં પાંચ મીનીટ પ્રર્થના કરો છો?

જે સંસારના ચિત્રકારે આપણને આ દુનિયામાં કર્મ કરવા મોકલ્યા,
જે પરમ ક્રુપાળુ સાક્ષાત બ્રમ્હ છે,
જેણે આપણને એકલા ન મોકલતા માતા, પીતા, ભાઈ, બહેન, મિત્ર વગેરેનો સાથ આપ્યો,
જે નીરાકારે આપણને આકાર આપ્યો, આપણા માટે સુંદર આકાશ, ધરતી, સુરજ, ચંદ્ર, તારા, વ્રુક્ષો વગેરેનું સર્જન કર્યુ,
જે દીનાનાથે આપણને મોક્ષ મેળવવા માટે મનુષ્ય અવતાર આપી એક સુવર્ણ તક આપી,
જે મનમોહક છબી આપણને દરેક રાત પછી નવો દિવસ જોવાની તક આપે છે, તેવા પરમાનંદનને શું આપણે દિવસમાં પાંચ મીનીટ પણ યાદ નહી કરીએ?

"આપણે આટલા બધા સ્વાર્થી તો નથીજ"

"ચિંતન ટેલર"

Monday, June 6, 2011

"કોતરામણી કરે"



હું તો ઈચ્છું કે આવતા જનમે
ભગવાન મને વ્રુક્ષ ચંદનનું કરે,
લાકડું ભલે ગસાય પથ્થર પર
પણ એ તો ખુશ્બુજ પેદા કરે...

નહીતો ઈચ્છું મુજને તે
ગુલાબનાં કાંટાઓ કરે,
જેથી ચારે બાજુથી તે
સુંદરતાની રખવાળી કરે...

કાશ કે એવું થાય કે
એ મને રસ્તાનો પથ્થર કરે,
કે જેને લઈને કોઈ શીલ્પી
પ્રભુની અદભુત મુરત કરે...

એવું પણ મને ગમે કે તે
મને એક પારસમણી કરે,
કે જેના સ્પર્શ માત્રથી
લોખંડના હ્યદયને તે કનક કરે...

એવુંતો હું નહીજ ઈચ્છું કે
તે મને ફરીથી માનવ કરે,
કે જેનું હ્યદય હંમેશા "ચિત"
બીજાના હ્યદયમાં કોતરામણી કરે...

"ચિંતન ટેલર"

Sunday, June 5, 2011

"તું મારી આટલી ઈચ્છા તો પુરી કરીસને?"



આજે તારી પાસે હું કંઈક માગવા ઈચ્છું છું,
શું તું મને તે આપીશ?

હું તને એવુ નહી કહુ કે મારા માટે આકાશના તારા તોડીને લાવ,
કે પછી એવુ પણ નહી કહુ કે મારા માટે કોઈ નવું ગીત ગા,
તારી પાસે એવી પણ અપેક્ષા નથી કે તુ મારી સામેજ બેસી રહે.
અને એવુ પણ નથી માંગતો કે તુ મારા માટે સમુદ્રમાથી મોટી લાવે,
બસ હું તો તારી પાસે એટલુંજ માંગુ છું કે,
જ્યારે પણ આપણે સામસામે એક બીજાને મળીએ
ત્યારે તું મને જોઈને જાણેકે તે મને જોયોજ નથી
તેવું વર્તન ના કરતી.....

તું મારી આટલી ઈચ્છા તો પુરી કરીસને?

કભી રાસ્તેમે મીલ જાઓ, તો કતરાકે ગુજર જાના,
હમે ઈસ તરહ તકના જૈસે પહેચાના નહી તુમને,
હમારા જિક્ર જબ આયે તો, યુ અનજાન બન જાના,
કે જેસે નામ સુનકરભી હમે જાના નહી તુમને.....

"ચિંતન ટેલર"

Saturday, June 4, 2011

"તે કેવો દેખાતો હસે...."



રોજ સવારના વહેલા પરોધમાં
સુરજને જલ્દી ઉથવાનું
કોણ કહેતું હશે.....

ખેતરમાં વાવેલા વાવેતરના
એક દાણા માથી અનેક
કોણ કરતું હશે.....

રોજ સાંજના સુંદર સમયે
વાદળમાં રંગબેરંગી રંગોળી
કોણ પુરતું હશે.....

રોજ રાત્રે કાળા ડીબાંગ આકાશમાં
ચાંદ અને તારાઓ વચ્ચે સંતાકુકળી
કોણ રમાળતું હશે.....

માંટીના રમકળા બાળપણમાં બનાવતા
આ હાલતા ચાલતા ઢીંગલા ઢીગલી
કોણ બનાવતું હશે.....

સપનાઓ આપે છે મીઠા મધુરા
કરોળોને શાંતીથી પોધાડનારો
પોતે "ચિત" ક્યાં રહેતો હશે?
તે કેવો દેખાતો હશે.....

"ચિંતન ટેલર"

Friday, June 3, 2011

"સાચું ભારત ગામળામાં વસેલુ છે"



સવારની પહોરમાં પ્રભાતીય ગવાતા હોય, મંદીરોમાં ઝાલરનો અવાજ રણકતો હોય, ગાયો રેણુ ઉડળતી જતી હોય, પંખી માળાની બહાર નીકળવાની તૈયારી કરતા હોય, ગ્રુહીણીઓ આંગણામાં રંગોળી પુરતી હોય, પનીહારી માથે બેળુ લઈને જતી હોય, બાળકો તો હજુ મીઠા સપનાઓ જોતા હોય, ઘરના નાના ઘરના વડીલોને પગે લાગીને પોતાના નીત્ય કામ માટે જતા હોય, દરેકના મનમાં નવા નવા સપના સિચાઈ રહ્યા હોય, ભરવાળણો ગોરસ, દહી વેચવા જતી હોય, ખેડુતો હળ લઈને ખેતરે જતા હોય.....

આવું એક આદર્શ ગામળુ જોયા બાદ તેને છોળીને શહેરની ભાગદોળમાં જવાય?
કોઈકે સાચુંજ કહ્યું છે કે "ચિત"
"સાચું ભારત ગામળામાં વસેલુ છે"

"ચિંતન ટેલર"

Thursday, June 2, 2011

"ક્રુષ્ણાર્પણ"



શબ્દોના રંગબેરંગી તાણા વાણાને
એક બીજા જોડે ગુથી ગુથીને જે ગાલીચો બને
તેને કવિતા કહેવાય,
અને એ કવિતાઓ રચિયેતાને
આપણે કવિ તરીકે ઓળખીએ,
તો શું એ રંગબેરંગી શબ્દો એ માત્ર અને માત્ર
કવિઓની જાગીર છે?
શું તેના ઉપર તમારો અને મારો કોઈ હક્ક નથી?
મને ખબર નથી પડતી કે, એવું કયી રીતે બની શકે,
કોઈ પણ સાચું માને નહી તેવીજ વાત છે "ચિત",

હું રોજ રાતના અમુક શબ્દો આ ચોપડીમાં લખું છું,
સવાર થતા એ શબ્દો આપોઆપ એક બીજાની સાથે
જોડાઈ જાય છે...

"ક્રુષ્ણાર્પણ"

"ચિંતન ટેલર"

Wednesday, June 1, 2011

"સુખ વહેચવાથી વધે"



ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિએ તમરું કઈ બગાડ્યું ન હોય છતાય તે વ્યક્તિ તમને ન ગમે?

જો ઉપરના પ્રશ્નનો જવાબ હા હોય તો એવું પણ બન્યું હસે કે ક્યારેક કોઈ વ્યક્તિએ તમારું કોઈ પણ ભલુ કર્યું ન હોય તે છતા પણ તમને તે વ્યક્તિ સૌથી સારો, ગમતો અને પ્રેમાળ લાગે છે.

"ચિત" જીંદગીમાં કોઈ સારું લાગે તો તેની સાથે બે ચાર મીઠી વાતો કરો,

સુખ વહેચવાથી વધે...
દુઃખ વહેચવાથી ઘટે...

"ચિંતન ટેલર"