Monday, June 6, 2011

"કોતરામણી કરે"



હું તો ઈચ્છું કે આવતા જનમે
ભગવાન મને વ્રુક્ષ ચંદનનું કરે,
લાકડું ભલે ગસાય પથ્થર પર
પણ એ તો ખુશ્બુજ પેદા કરે...

નહીતો ઈચ્છું મુજને તે
ગુલાબનાં કાંટાઓ કરે,
જેથી ચારે બાજુથી તે
સુંદરતાની રખવાળી કરે...

કાશ કે એવું થાય કે
એ મને રસ્તાનો પથ્થર કરે,
કે જેને લઈને કોઈ શીલ્પી
પ્રભુની અદભુત મુરત કરે...

એવું પણ મને ગમે કે તે
મને એક પારસમણી કરે,
કે જેના સ્પર્શ માત્રથી
લોખંડના હ્યદયને તે કનક કરે...

એવુંતો હું નહીજ ઈચ્છું કે
તે મને ફરીથી માનવ કરે,
કે જેનું હ્યદય હંમેશા "ચિત"
બીજાના હ્યદયમાં કોતરામણી કરે...

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment