Friday, August 26, 2011

"રાહ જોઈશું અમે"



હાલને તને હાલરડું સંભળાવું,
જગતના તાતને હું પારણે જુલાવું,
હાલને તને હાલરડું સંભળાવું....

ક્રુષ્ણ રૂપે જનમ્યાં તો ગોપી હતા અમે,
રામ જન્મે આવ્યા તો અયોધ્યા વાસી અમે,
વિષ્ણું રૂપે આવ્યા તો પાર્શદ હતા અમે,
વામન જન્મ લીધો તો ભક્ત રૂપે અમે,
શ્રીજી રૂપ ધર્યું તો વૈષ્ણવ હતા અમે,

દરેક જનમમાં વહેલા મોકલી પછીથી આવ્યા તમે "ચિત",
આ જન્મે પણ કાંઈક એવુજ કરજે, રાહ જોઈશું અમે...

"ચિંતન ટેલર"

Friday, August 19, 2011

"નજર હંમેશા તરસી"



આપણી જીંદગી.....
એક સૂનું મયખાનું છે,
જેમા જામ ખાલી
અને નજર હંમેશા તરસી.....

"ચિંતન ટેલર"

Wednesday, August 10, 2011

"વ્હાલનું બંધન"



મારી બહેન
વ્હાલનું બંધન
બાંધે દિલથી.

"ચિંતન ટેલર"

Monday, August 8, 2011

"એનુજ નામ સંસાર"



થોડોક પ્રેમ,
થોડોક વ્હેમ,
થોડીક ખુશી,
થોડીક હસી,
થોડાક ગમ,
થોડાક આંશુ,
થોડીક આશા,
થોડીક નીરાશા,
થોડો આનંદ,
થોડો ઉત્સાહ,
થોડોક હોય આચાર,
થોડોક હોય વિચાર,
એનુજ નામ સંસાર

"ચિંતન ટેલર"

Saturday, August 6, 2011

"દીકરીની વિદાય"



મારી દીકરીની સાથે જન્મી હતી
મધુમાલતીની વેલ મારા આંગણામાં,

દીકરી જેવી મોટી થતી તેમજ
મધુમાલતી વધ વધ થતી,

દીકરી રડતી તો વેલી ખરતી
દીકરી હસતી તો વેલી મધમધતી,

આજે દીકરીની વિદાય વેળાએજ
મધુમાલતી જમીનદોસ્ત થઈ,

મારેતો બન્ને દીકરીની વિદાય થઈ...

"ચિંતન ટેલર"

Thursday, August 4, 2011

"વાહ વાહ"



મારા લખેલા શેર, શાયરીઓ એટલાતો ખરાબ નજ હતા,
મહેફિલ છોડી નીકળ્યો તો પગલાંમા વાહ વાહ સંભળાઈ.

"ચિંતન ટેલર"

Wednesday, August 3, 2011

"રંગબેરંગી પ્રેમ પત્ર"



મોરપીછ એ કોઇ માત્ર અલાયદુ પીછુંજ નથી સખી,
એ તો ક્રુષ્ણએ રાધાને લખેલો રંગબેરંગી પ્રેમ પત્ર છે.

"ચિંતન ટેલર"

Tuesday, August 2, 2011

"ઘણા એવાય સમંદર છે"



બધુ ક્યાં મલ્યું છે જે માંગ્યું છે જીવન ભરમાં "ચિત",
ઘણા એવાય સમંદર છે કે જેના કિનારા નથી હોતા...

"ચિંતન ટેલર"